માળીયા મીંયાણા પોલીસનો શક્તિપ્લોટ વિસ્તારમાં દરોડો: 18,500 નો મુદ્દામાલ જપ્તમાળીયા (મિ.): માળીયા મીંયાણા પોલીસે જુના ઘાટીલા ગામમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને 18,500 રૂપિયાની રોકડ સાથે ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે.મળતી વિગતો મુજબ, માળીયા મીંયાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જુના ઘાટીલા ગામના શક્તિપ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક શખ્સો જાહેરમાં હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના 02:00 વાગ્યાની આસપાસ દરોડો પાડતા સ્થળ પરથી 5 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો.ઝડપાયેલા આરોપીઓના નામ: • આશીષભાઇ દેવજીભાઇ અગેચાણીયા (ઉ.વ. 24) • જીગ્નેશકુમાર બળદેવભાઇ વીડજા (ઉ.વ. 35) • રમેશભાઈ બાબુભાઇ ભોજીયા (ઉ.વ. 58) • જયેશભાઈ ઉર્ફે જીગો લક્ષ્મણભાઇ ચાવડા (ઉ.વ. 25) • અબ્દુલકાદીર ઇબ્રાહીમભાઇ ચાનીયા (ઉ.વ. 22) (તમામ રહે. જુના ઘાટીલા, તા. માળીયા મીંયાણા)પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 18,500 ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને ફરાર થઈ ગયેલા જુના ઘાટીલાના રણછોડભાઈ પરષોતમભાઇ સનુરાને પકડવા તજવીજ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #CrimeNews #GamblingRaid #GujaratPolice