મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર લાયન્સનગરમા સરમરીયા દાદાના મંદિર પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) રાજેશભાઇ મનજીભાઇ ચાવડા (૨) ગૌતમભાઇ અમૃતભાઇ સોલંકી (૩) અશોકભાઇ ડાયાભાઇ ધંધુકીયા (૪) ભરતભાઇ ગીરીશભાઇ ચૌહાણ અને (૫) કમલેશભાઇ પમાભાઇ સોલંકીને સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા ૩૬૨૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.