મોરબી : મોરબીના ખાખરેચી દરવાજા પાસે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતો. જ્યાંથી પાંચ શખ્સો ૨૯,૭૦૦ની રોકડ સાથે જુગાર રમતા પકડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા ખાખરેચી દરવાજા પાસે મોતી ભવનના હાર્દિકભાઈ ભરતભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં રેડ પાડવામાં આવી હતી. ત્યારે પાંચ શખ્સો ૨૯૭૦૦ની રોકડ રકમ સાથે જુગાર રમતા પકડાયા હતા. આ બનાવમાં આરોપીઓ મકાનમાલિક હાર્દિકભાઈ ઉપરાંત રાકેશભાઈ બુધ્ધાભાઈ રાવ, અનિલભાઈ કાળુભાઈ, દીપકભાઈ મનોજભાઈ અને મનોજભાઈ સાતાભાઈ સામે ગુનો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.