મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં કુબેર આઇસ ફેકટરી નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઇરફાનભાઇ રહીમભાઇ નારેજા, અફજલ ઉર્ફે અપુડો કરીમભાઇ સુમરા, કરીમાબેન આમદભાઇ સમા, મરીયમબેન રહીમભાઇ સુમરા અને જાનબાઇ રહીમભાઇ નારેજાને તીનપતિ રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2030 કબ્જે કરી પોલીસે જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.