તાલુકા પોલીસ અને સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં પોલીસે વરલી મટકાના જુગારીઓ પર સામુહિક ધોસ બોલાવી અલગ અલગ પાંચ દરોડા પાડ્યા હતા જેમાં બેલા, ટીંબડી, રફાળેશ્વર, જાંબુડિયા અને ભક્તિનગર નજીક વરલીનો જુગાર રમાડતા પાંચ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે ભક્તિનગર ઓવરબ્રિજ નીચેથી આરોપી રાજેશ ઉર્ફે રાજુ અબ્દુલભાઇ પબાણી રહે.શનાળા બાયપાસ, ઉદય પાર્ક વાળાને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 750 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે જાંબુડિયા ગામે ઓક્ટ્રોય હોટલ પાસેથી આરોપી કિરીટ મનસુખભાઇ સોલગામા રહે.જાંબુડિયા વાળાને રોકડા રૂ.250 સાથે વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લીધો હતો.ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે જુના રફાળેશ્વરના રામાપીર ઢોરા પાસેથી આરોપી રાહુલ ભાણજીભાઈ ચૌહાણ રહે.નજરબાગ મોરબી વાળાને રોકડા રૂપિયા 340 સાથે, ચોથા દરોડામાં આરોપી સેઝાદ અનવરભાઈ બુખારી રહે.રણછોડનગર મોરબી વાળાને ટીંબડી પાટિયા પાસે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂ.280 સાથે તેમજ પાંચમા દરોડામાં બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર જવાના રસ્તા પરથી આરોપી સંજય ભાણજીભાઈ ચૌહાણ રહે.નજરબાગ, જીવરાજ પાર્ક મોરબી વાળાને રોકડા રૂપિયા 200 સાથે ઝડપી લઈ પાંચેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.