મોરબી : મોરબી શહેર જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર પોલીસની સતત કાર્યવાહી વચ્ચે બી ડિવિઝન પોલીસે મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં બે અલગ અલગ દરોડામાં પાંચ જુગારીઓને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ નવ હજારથી વધુની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે ત્રાજપરની સનુરા શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી અમિત ભરતભાઇ કુંવરિયા, રાહુલ સુરેશભાઈ મકવાણા અને આરોપી સુનિલ સુરેશભાઈ મકવાણા રહે. તમામ ત્રાજપર વાળાઓને રોકડા રૂપિયા 5300 સાથે ઝડપી લીધા હતા.જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે હડકાઈ માતાજી વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી સાવન હિતેશભાઈ માલકીયા અને આરોપી તુલસી રમેશભાઈ ઉપસરિયા રહે.બન્ને મોરબી વાળાઓને રોકડા રૂપિયા 3920 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.