મોરબી : મોરબીના નવલખી રોડ પર જુગાર રમતા પાંચ શખ્સોને એલસીબીએ પકડી પાડ્યા છે. આ શખ્સો પાસેથી રૂ. ૨૧ હજારની રોકડ જપ્ત કરી એલસીબીએ એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ પર રેલવે કોલોની પાછળ બાવળ નીચે જુગાર રમતા પ્રદીપ ઉર્ફે સંદીપ સહદેવપ્રસાદ, રમેશ શ્યામલાલ, શિવશંકર છેદીલાલ, ધીરેનસિંગ ઉદયનારાયણસિંગ ભદોરિયા અને કલ્યાણસિંગ બહાદુરસિંગ પરમારને એલસીબીની ટીમે રૂ. ૨૧,૬૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. આ તમામ આરોપીઓ સામે એલસીબીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.