ટંકારા : વાઘગઢ ગામમાં પંચવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા. તેમાં ક્રાંતિ વન બગીચાના મુખ્ય પ્રવેશ દ્વાર દાતા કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્વારા ખુલ્લો મુકવામાં આવેલ હતો. ત્યારબાદ વાઘગઢ ગામના ઉદભવથી ૯૨ વર્ષના ઇતિહાસનો ભવ્ય સ્મારક બનાવવામાં આવેલ છે. તે દાતા સુંદરજીભાઈ રૈયાણી, જગદીશભાઈ બારૈયા, યોગેશભાઈ છત્રોલા, રામજીભાઈ બારૈયાના હાથે વિધિવત સ્મારકને ખુલ્લુ મુકવામાં આવેલ હતું. તેમજ વાઘગઢ પ્રાથમિક શાળાનો પ્રવેશદ્વાર જગદીશભાઈ વલ્લભભાઈ બારૈયા તથા સરપંચ વલ્લભભાઈ બારૈયા, ઉપસરપંચ હસમુખભાઈ બારૈયાના હાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને 'વીરત્વનો વારસો' નામ આપવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના માજી પ્રમુખ ભુપતભાઇ ગોધાણી, ડો. ભાવેશ જેતપરિયા, સુંદરજીભાઈ દ્રારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વાઘગઢ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાહસિકતાના દાવ સાથે વિવિધતાભર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ હતો. ગામના દાતાઓ પાસેથી રૂ. 1,28,000 જેટલો માતબર ફાળો એકત્રિત કરવામાં આવેલ હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રાથમિક શાળાના શિક્ષિકા શીતલબેન ગાંભવા તથા દેવેન્દ્રભાઈ ફેફર, નવનીતભાઈ ફેફર, રસિકભાઈ વિરમગામ એ ભારે જહેમત ઉઠાવેલ હતી. અંતમાં સ્મારકના દાતા જેઓએ ઉદાર હાથે સ્મારક બનાવવામાં રૂ. 51,000 કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા, ૫૧,૦૦૦ દયાબેન કાનજીભાઈ છત્રોલા, ૫૧૦૦૦ વલ્લભભાઈ હરખાભાઈ બારૈયા, ૫૧,૦૦૦ સુંદરજીભાઈ ભગવાનજીભાઈ રૈયાણી વગેરે દાતાઓ દ્વારા સ્મારક બનાવવામાં આવેલ છે. તેમને રામાયણ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા. દરેક કાર્યક્રમને સફળ બનાવવા રામજીભાઈ બારૈયા, અરવિંદભાઈ બારૈયા, સરપંચ વલ્લભભાઈ બારૈયા, શૈલેષભાઈ, ભાવેશભાઈ, નિલેશભાઈ તથા પ્રગતિ મંડળના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં તાલુકાના માજી પ્રમુખ ભુપતભાઈ ગોધાણી ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલ હતી.