મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામના નિવાસી મહાદેવભાઈ નાગજીભાઈ ઠોરીયાનું અવસાન થતા તેમની દીકરીઓએ પિતાને કાંધ આપી હતી.મહાદેવભાઈને સંતાનમાં માત્ર પાંચ દીકરીઓ જ છે અને કોઈ દીકરો નથી. સમાજમાં દીકરા-દીકરી એક સમાન હોવાનો ઉત્તમ દાખલો બેસાડતા તેમની પાંચેય દીકરીઓએ પિતાની અંતિમ યાત્રામાં જોડાઈને પિતાને મુખાગ્નિ આપી હતી. પિતાને અંતિમ સંસ્કાર આપનાર પાંચેય દીકરીઓ મંજુલાબેન દુર્લભજીભાઈ ભાડજા, ચંદ્રિકાબેન દૂર્લભજીભાઈ ગડારા, સાધનાબેન રાજેશભાઈ વામજા, અસ્મિતાબેન અરવિંદભાઈ બરાસરા તથા ભાવનાબેન મહાદેવભાઇ ઠોરિયાએ સમાજને નવો રાહ ચિંધ્યો છે.#Morbi #MorbiUpdate #Bagathala #InspirationalStory #DaughtersArePrecious #WomenEmpowerment