મોરબી : મોરબી જિલ્લામાં સિઝનનો સારો વરસાદ પડતાં મોટાભાગના ડેમ સંપૂર્ણ ભરાય ગયા છે. ગત અઠવાડિયે પડેલા વરસાદના કારણે મોરબી જિલ્લાના 5 ડેમ 100 ટકા ભરાય ગયા છે. જેમાંથી કેટલાક ડેમમાં હાલ પાણી છોડવાનું સતત ચાલું છે.100 ટકા ભરાય ગયેલા ડેમની વાત કરીએ તો, મચ્છુ-1, મચ્છુ-2, ડેમી-2, ધોડાધ્રોઈ અને બ્રાહ્મણી ડેમ 100 ટકા ભરાય ગયા છે. જ્યારે ડેમી-1 ડેમ 58.48 ટકા, બંગાવડી ડેમ 69.68 ટકા, બ્રાહ્મણી-2 ડેમ 57.32 ટકા, મચ્છુ-3 ડેમ 85.11 ટકા અને ડેમી-3 ડેમ 3.08 ટકા જ ભરાયો છે. હાલ મચ્છુ-1 ડેમ 0.03 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જ્યારે મચ્છુ-2 ડેમના 2 દરવાજા 0.3 મીટર ખુલ્લા છે. તો ડેમી-1 ડેમનો 1 દરવાજો 0.05 મીટર ખુલ્લો છે. મચ્છુ-3 ડેમનો 1 દરવાજો 0.048 મીટર ખુલ્લો છે.