મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાન નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાન નજીક જાહેરમાં જુગાર રમી રહેલા ઈર્ષાદભાઈ ઇકબાલભાઈ ત્રાયા, મુનવરભાઈ અનવરભાઈ મિનિવાડિયા, સાહિલ સલીમભાઈ મોવર, ઇમરાન દાઉદભાઈ કૈડા અને અબ્દુલભાઇ મામદભાઈ જુનાચને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 9000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.