મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે સ્મશાન પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બકુલભાઈ હરિભાઈ જેઠલોજા, પરેશભાઈ પ્રભુભાઈ ઘોડાસરા, પ્રેમલભાઈ કરશનભાઇ મકવાણા, સુરેશભાઈ નાગજીભાઈ સનારીયા અને ધર્મેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ ભોરણીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 67,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.