મોરબી : મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે ઇગલ સેનેટરીવેર કારખાના પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઘનશ્યામભાઈ કાળુભાઇ દેગામા, વિશાલ રમેશભાઈ ઉડેચા, રૂપેશભાઈ પ્રભાશંકરભાઈ વ્યાસ, આશિષ દિનેશભાઇ સારલા અને વાસુદેવ સિંધાભાઈ સરસાવડીયા નામના શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 24,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.