મોરબી : મોરબીના રાજપર ગામે ચાલતા જુગાર ઉપર એલસીબીએ દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડી રૂ. 50 હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમે રાજપર ગામે દરોડો પાડ્યો હતો. જેમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીઓમાં જુગાર રમતા રશીદ જુમાભાઈ જંગરી, કિશન નારણભાઈ સરવૈયા, ઇકબાલ જમાલભાઈ રાઉમા, નિઝામ સલીમભાઈ મોવર, મોસીન અબ્દુલભાઈ રાઠોડને રૂ. 50,200ની રોકડ સાથે પકડી પાડી તેમની સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.