સીટી બી-ડિવિઝન પોલીસે રૂ.12,730ની રોકડ કબ્જે કરી મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સર્કિટ હાઉસ સામે ભારતનગર મફતિયાપરામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.12,730ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડીવીઝન પીઆઇ એલ.એન વાઢીયા, એ.એસ.આઇ. વિરાજસિંહ ઝાલા, પો.કોન્સ. મહેન્દ્રદાન ગઢવી, ઇકબાલભાઇ સુમરા, કિર્તીસિહ જાડેજા તથા પ્રભાતભાઇ ગોહેલ વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. મહેન્દ્રદાન ગઢવી તથા ઇકબાલભાઇ સુમરાને સંયુક્ત ચોકકસ બાતમી મળી હતી કે, મોરબી સર્કિટ હાઉસ સામે ભારતનગર મફતીયાપરા નાલા નજીક શેરીમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમાઈ છે. જેને પગલે પોલીસ ટીમે દરોડો પાડતા (૧) કેશુગીરી જાલીમગીરી ગોસાઇ ઉ.વ.૬૦ (૨) જુમાભાઇ સોમનભાઇ ભટી ઉ.વ.૧૯ (૩) ચંદુભાઇ સનાભાઇ કગથરા ઉ.વ.૪ર (૪) સુપ્રકાશદાસ આત્માદાસ બાવાજી ઉ.વ.૬૦ (૫) સંજયભારતી ગુરૂરાજભારતી ઉ.૩૬ (રહે. તમામ મોરબી)ઓને કુલ રોકડા રૂ.12,730 તથા ગંજીપતા સાથે મળી આવતા તમામની અટકાયત કરી આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. માં જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.