મોરબી : મોરબીમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 23,600 જપ્ત કર્યા છે. ગઈકાલે તા. 5ના રોજ મોરબી-કંડલા બાયપાસ નજીક પાપાજી ફનવર્લ્ડ સામે જાહેરમાં ગંજી પતાના પાનાથી પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા પીન્ટુભાઇ પપુભાઇ વિકાણી, પપ્પીભાઇ નાગજીભાઇ વિકાણી, સલીમભાઇ ઉર્ફે ડેનીશ હાજીભાઇ સુમરા, સલીમભાઇ ઉર્ફે ડેનીશ હાજીભાઇ સુમરા અને પ્યારૂભાઇ દાદુભાઇ પરમારની અટકાયત કરવામાં આવી છે. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રૂ. 23,600 કબ્જે કર્યા છે. તેમજ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.