મોરબી : મોરબીના વાવડીરોડ ઉપર ગણેશનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 10,550 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી કિશનભાઇ મોતીભાઇ પરસાડીયા, વિજયભાઇ મુમાભાઇ સરૈયા, કરણભાઇ રઘુભાઇ બાંભવા, છોટાલાલ મહેશભાઇ રાવા અને અજયભાઇ ખોડાભાઇ ગોહેલને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,550 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.