વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને પકડી પાડયા હતા જ્યારે બે જુગારીઓએ પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી લેતા પોલીસે સાત ઈસમો વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ભુપતભાઈ વાલજીભાઈ રૂદાતલા, જયંતિભાઈ વાલજીભાઈ ગોરીયા, વેલજીભાઈ શામજીભાઈ માલકીયા, રમેશભાઈ ખેતાભાઈ ગાબુ અને કુંવરાભાઈ મેહુરભાઈ સરૈયાને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા જ્યારે ભરતભાઈ સંઘાભાઈ સરાવાડીયા અને ચતુરભાઈ અમરશીભાઈ પારેજીયા નામના બે જુગારી નાસી ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 2350 કબ્જે કરી સાતેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.