ડિફેન્સની હન્ડ્રેડ પાઈપરની 12 બોટલ તેમજ સ્કોચની બોટલ પણ પકડાઈ મોરબી : મોરબી પોલીસે જુદા - જુદા ચાર દરોડામાં વિદેશી દારૂની 15 બોટલ સાથે પાંચ શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ કાર્યવાહીમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જોન્શનગર પાછળ તળાવના કાંઠે બાવળની કાટમાં હન્ડ્રેડ પાઈપર વિદેશી દારૂની 12 બોટલ છુપાવનાર સાહીલભાઇ અસગરભાઇ જેડા, ઉ.વ.૨૦ રહે.મોરબી જોન્શનગર શેરીનં.૧૧ ભાડાના મકાનમાં મુળ રહે.દેવગઢ વીરાબાપાની વાંઢમા તા.માળીયા(મી) વાળાને ડિફેન્સના વિદેશી દારૂના કિ.રૂ.૩૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે (૧) ભાવેશભાઇ કેશવજીભાઇ સાવલીયા, ઉવ.૩૩ ધંધો.પ્રા.નોકરી રહે.ઉમાટાઉનશીપ ક્રાંતીજ્યોત-ઇ ફલેટ નં.૨૦૫ મોરબી-૨ મુળ રહે.દડવી તા.જામ કંડોરણા જી.રાજકોટ અને (૨) નિશાંતભાઇ મનસુખભાઇ ભેંસદડીયા ઉવ.૨૯ધંધો.પ્રા.નોકરી રહે.મહાવીરનગર મેઇનરોડ રૂષભનગર સામાકાંઠે મોરબી-૨ મુળ રહે.કોલકી ગામ તા.ઉપલેટા જી.રાજકોટ વાળાને આઈ ટવેન્ટી કારમાં મેકડોવેલ નંબર -1ની એક બોટલ સાથે પીપળી રોડ રોયલ પાર્ક સામેના ભાગેથી ઝડપી લઈ કાર સહિત 1,50,375નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત મોરબી સીટી એ ડિવીઝન પોલીસે લાતીપ્લોટમાંથી ઇમ્તીયાજ ઉર્ફે જેમ્બો આમદભાઇ ચાનીયા, ઉ.વ.૩૪, રહે. મોરબી કાલીકા પ્લોટ શેરી નં.૧ વાળાને રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ વિદેશી દારૂની બોટલ કિ.રૂ.520 સાથે ઝડપી લીધો હતો. તેમજ અયોધ્યાપુરી રોડ ઉપરથી પોલીસે યાકુબભાઇ સલેમાનભાઇ કઇડાને રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..