વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર પાસે તેમજ બરવાળામાં જાહેરમાં રમતો હતો જુગારમોરબી : મોરબી શહેર - જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર પાસે તેમજ મોરબી તાલુકા પોલીસે બરવાળા ગામે બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં મોરબીમાં દરોડા સમયે એક આરોપી નાસી જતા છ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરાયો હતો.પ્રથમ દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ પર કપિલા હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મોહનભાઇ પ્રેમજીભાઈ હડિયલ રહે.માધાપર અને આરોપી યોગેશગીરી જીતેન્દ્રગીરી ગૌસ્વામી રહે.કારીયા સોસાયટી, મોરબી વાળાને રોકડા રૂપિયા 4900 સાથે ઝડપી લીધા હતા.જ્યારે દરોડા દરમિયાન સમીર નામનો શખ્સ નાસી જતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધ્યો હતો.જ્યારે મોરબી તાલુકા પોલીસે બરવાળા ગામે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંતોષભાઈ ગગજીભાઇ દેલવાણીયા રહે.લાયન્સ નગર મોરબી, મૂળ રહે.બરવાળા, પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા રહે.વીસીપરા મૂળ રહે.બરવાળા અને આરોપી દુર્ગેશભાઈ શિવાભાઈ દેલવાણીયા રહે.બરવાળા વાળાઓને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.44,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.