હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રણમલપુર ગામની સીમમાં સંજયભાઈ વાસુદેવભાઈ પેટલની વાડીની બાજુમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મેહુલભાઇ જયંતીભાઇ દવે રહે.ગામ રણમલપુર, નાગરભાઇ કાનજીભાઇ પાટડીયા રહે.ગામ ઘણાદ તા.હળવદ, બિપીનભાઇ વાસુદેવભાઇ થળોદા રહે.ગામ રણમલપુર તા.હળવદ, મહેશભાઇ જયંતીભાઇ પારેજીયા રહે.ગામ રણમલપુર તા.હળવદ અને આરોપી હર્ષદભાઇ વાસુદેવભાઇ વરમોરા રહે. ગામ.રણમલપુર તા.હળવદ વાળાઓ તીનપતિ રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે બનાવ સ્થળેથી રોકડા રૂપિયા 58,100 કબ્જે કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.