વાંકાનેર : વાંકાનેર તાલુકાની રીચ ચોકડી પાસે વિરપર-માટેલ રોડ પર આવેલા ઓરડીની પાછળ જાહેરમાં જુગાર રમાતા પાંચ શખ્સોને વાંકાનેર તાલુકા સર્વેલન્સની ટીમે ઝડપી લઈ 27,550નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બાતમીના આધારે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે સફળ રેડ પાડી હતી. જેમાં જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, બાબુભાઈ ધમાભાઈ સારલા, ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા, વજુભાઈ જોરૂભાઈ સાડમીયા અને રાજુભાઈ લાલજીભાઈ ચોહાણને ઝડપી લઈ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર બી.વી. પટેલની આગેવાની હેઠળ સર્વેલન્સ ટીમના અધિકારીઓ/કર્મચારીઓ રોકાયેલા હતા.