હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના કવાડિયા ગામની સીમમાં ડેમ પાટી તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઈ બચુભાઇ મહાલીયા, લાલજીભાઇ દેવશીભાઈ રાતૈયા, સંજયભાઇ ધનજીભાઇ ચારોલા, નવઘણભાઈ રણછોડભાઈ ચારોલા અને આરોપી સમરતભાઈ ઘનશ્યામભાઈ શિહોરા રહે.તમામ કવાડિયા ગામ વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.