મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે શહેરના બૌદ્ધનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કેશુભાઈ પેથાભાઈ ટુડિયા, કાંતિભાઈ અરજણભાઈ પરમાર, બાબુભાઇ ગંગારામ ગોહિલ, મહેશ અર્જુનભાઇ પરમાર અને તેજાભાઈ ટપુભાઈ પારધીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.