આરોપીઓ પાસેથી રોકડ રૂ. 21,200 જપ્ત કરાયા મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા જાહેરમાં ગંજીપતાના પાના તથા રોકડા રૂ. 21,200ની સાથે જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. આજે તા. 26ના રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આરોપીઓ જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો ગંજીપતાના પાના વડે રોકડ રૂ. 21,200ની સાથે જુગાર રમતા 5 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ રમેશભાઇ પરશોતમભાઇ ચાવડા, હુસેનભાઇ અલારખાભાઇ ચાનીયા, જગદિશભાઇ મોતીભાઇ પરમાર, અલ્તાફભાઇ કાસમભાઇ ચાનીયા અને અફજલભાઇ અકબરભાઇ સમાની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ સામે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.