મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝના પાછળના ભાગે આવેલ મેદાનમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) રવીભાઇ બળદેવભાઇ સોલંકી (2) દેવજીભાઇ પરશોતમભાઇ વરાણીયા (3) દિનેશભાઇ બાબુભાઇ વઢીયારા (4) હરજીભાઇ રાજાભાઇ ગમારા અને (5) જયશુખભાઇ કરશનભાઇ ધોળકીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15 હજાર કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.