કોરોના પોઝિટિવ આરોપી સ્વસ્થ થયા બાદ થશે રિમાન્ડની કાર્યવાહી મોરબી : મોરબી પોલીસે ઝડપી લીધેલા રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન પ્રકરણમાં ગઈકાલે વધુ પાંચ આરોપીઓના આગામી 16મી મે સુધી રિમાન્ડ અદાલતે મંજુર કર્યા છે. મોરબી પોલીસ દ્વારા કોરોના મહામારી વચ્ચે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો કારોબાર કરવા મામલે મોરબીના બે સહિત અમદાવાદ, સુરત, વાપી અને મુંબઈના શખ્સોની વિધિવત ધરપકડ કર્યા બાદ ગઈકાલે પોલીસે પાંચ આરોપીઓને રિમાન્ડ અર્થે અદાલત સમક્ષ રજુ કરતા નામદાર અદાલતે પાંચેય આરોપીઓને આગામી 16મી મે સુધી રિમાન્ડ ઉપર સોંપ્યા છે.