મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોરબી તાલુકાના આમરણ ગામે વાણીયા શેરીમાં દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.પોલીસે બનાવ સ્થળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) રજાકભાઇ કરીમભાઇ ચૌહાણ રહે.આમરણ (૨) આબેદીન ઇકબાલભાઇ બુખારી રહે.આમરણ (૩) કરણભાઇ પ્રભુભાઇ વરાણીયા રહે.આમરણ (૪) સતારમીયા અહેમદમીયા બુખારી રહે.આમરણ અને આરોપી (૫) શોયેબભાઇ ઇસ્માઇલભાઇ સોલંકી રહે.આમરણ વાળાઓને રોકડા રૂપિયા ૭૧,૫૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે આરોપી (૬) અસરફમીયા ગીગામીયા બુખારી રહે-આમરણ વાળો મોકાનો લાભ લઇ નાસી જતા મોરબી તાલુકા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.