વાંકાનેર: ભારતીય સભ્યતાના તમામ ધર્મમાં લગ્ન-શાદીને દરેક વ્યક્તિના જીવનનો યાદગાર પ્રસંગ મનાય છે. લગ્નનો દિવસ જિંદગીભર યાદગાર બની રહે એ માટે કેટ કેટલાય આયોજનો ખૂબ અગાઉથી થતા હોય છે. લગ્ન પ્રસંગના દિવસે દુલ્હો-દુલ્હન અન્ય કોઈ કામગીરીમાં પ્રવૃત થતા હોતા નથી. પણ લોકશાહીમાં આવતા ચૂંટણી પર્વને લગ્ન પ્રસંગ જેટલું જ અને ક્યારેક તો એથી પણ ઉંચેરું મહત્વ આપતા પ્રસંગો બહાર આવતા હોય છે ત્યારે વાંકાનેરમાં આવું જ એક દ્રશ્ય નજરે પડ્યું હતું કે જેમાં આજે જેમના લગ્ન છે એ દુલ્હો મતદાન કરવા ખાસ સમય ફાળવીને મતદાન મથકે પહોંચ્યો હતો.વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં રહેતા મહમદઆકીબ મહમદરફીક બાદીએ આજે તેમની શાદી હોવા છતાં સમય ફાળવીને મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. નવેલા દુલ્હએ દરેક મતદારોને મતદાન કરવા આ તકે અપીલ કરી હતી.