મોરબી : મોરબી મહાપાલિકા બન્યા બાદ બાંધકામની પ્રથમ અરજી મંજુર થઈ છે. હવે મહેકમનું સેટ અપ અને કામગીરીની વહેંચણી થઈ ગઈ હોવાથી આ કામગીરી વેગ પકડશે તેવું જાણવા મળી રહ્યું છે. મંજુર થયેલી પ્રથમ અરજી કિરીટકુમાર કાંતિલાલ જોશીની છે. જેઓએ પોતાના એન્જીનીયર અનિલભાઈ મીરાણી મારફત સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેણાંક મકાન બનાવવા માટે અરજી કરી હતી. જેને નિયમોનુસાર મંજૂરી મળી છે.