હળવદના સાપકડા ગામે કણઝરીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું સેવાકિય આયોજન હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે કણઝરીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગ નિમિત્તે સામાજિક પહેલાના ભાગરૂપેની સાથે સાથે કોઈકને મદદરૂપ થવાના આશયથી આજે લગ્ન પ્રસંગ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના સરપંચ થી માંડી જાન લઇ આવેલા જાનૈયાઓએ પણ રક્તદાન કર્યું હતું. સાપકડા ગામે રહેતા ઉમેશભાઈ હિરાભાઇ કણઝરીયાના આંગણે દીકરા સાગર અને દીકરી નંદની ના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે લાઈફ લાઈન બ્લડ બેન્ક સુરેન્દ્રનગરના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં પરિવારની સાથે ગ્રામજનોએ અને જાન લઈને આવેલાઓએ તેમજ સાપકડા ગામના સરપંચ નટુભાઈ કણજારીયાએ પણ રક્તદાન કર્યું હતું. લગ્ન પ્રસંગની સાથે યોજાયેલ રક્તદાન કેમ્પમાં કુલ ૮૦ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં લાઈફલાઈન બ્લડ બેન્ક સુરેન્દ્રનગર તેમજ સિદ્ધનાથ યુવા ગ્રુપ સુરેન્દ્રનગરના સેવાભાવી નવ યુવાન શૈલેષભાઈ ચાવડા ,પ્રવીણભાઈ ખાંદલા, મનીષભાઈ ચૌહાણ, યોગેશભાઈ ખાંદલા, ઘનશ્યામભાઈ કણઝરીયા, ધવલભાઇ ડાભી, કલ્પેશભાઈ ખાંદલા,રાજુભાઈ સહિતનાઓ હાજર રહી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.