મોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પુત્ર પ્રથમભાઈ અમૃતિયાની મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે.મોરબીના પ્રથમભાઈ કાંતિલાલ અમૃતિયાની મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં તેઓને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે. સાથે જ પ્રથમભાઈ અમૃતિયાએ આ નિયુક્તિ બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યજી તથા મિશન નવભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેરનો આભાર વ્યક્ત કર્યો છે.