રાત્રિના સમયે સ્કોર્પિયો, કિયા અને સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ હથિયારો વડે હુમલો કર્યો : 5 શખ્સો સામે ગુનો દાખલમોરબી : મોરબી-માળિયા રોડ પર આવેલા ટીંબડી ગામના પાટિયા નજીક ગત રાત્રિના સમયે જૂની અદાવતનું મનદુઃખ રાખીને અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ફોન પર બોલાચાલી બાદ સામસામે આવી ગયાફરિયાદી શાહરૂખખાન ફીરોજભાઈ ઉસ્માનભાઈ પઠાણ (ઉંમર 32) ના જણાવ્યા મુજબ, ગત 11/05/2026 ના રોજ રાત્રિના 11 વાગ્યાની આસપાસ તેઓ પોતાના મિત્ર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે આરોપી સાજીદ સાઉદીન જેડાએ તેમને ફોન કરીને ગાળો આપી હતી અને મારવાની ધમકી આપી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતા, તેઓ મોરબી-માળિયા રોડ પર ઓસીસ સિરામિક કારખાના સામે બાલાજી હોટલ પાસે સામસામે આવી ગયા હતા.3 રાઉન્ડ ફાયરિંગ, 3 ને ઇજારાત્રિના 12:30 વાગ્યાની આસપાસ આરોપી સાજીદ જેડા કાળા કલરની સ્કોર્પિયોમાં અને અન્ય આરોપીઓ કિયા તેમજ સ્વિફ્ટ કારમાં ત્યાં પહોંચ્યા હતા. સાજીદ જેડાએ બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ફરિયાદીના મિત્ર અલીભાઈને માથાના ભાગે છરા વાગ્યા હતા. આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા બાદ રોંગ સાઈડમાં પરત આવ્યા હતા અને નુરમામદ જેડાએ વધુ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં શાહરૂખખાનને ગળા અને પેટના ડાબા ભાગે તથા તેમના ભાઈ સલીમને છાતી અને શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી અલીભાઈને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે.5 આરોપીઓ સામે ગુનો દાખલઆશરે 15 થી 20 દિવસ અગાઉ થયેલી માથાકૂટનું મનદુઃખ રાખીને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપી (1) સાજીદ સાઉદીન જેડા, (2) નુરમામદ જેડા, (3) સમીર જેડા, (4) બચલો જેડા અને (5) સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ ની કલમ 109(1), 352, 189(2), 190, 191(2), 191(3), 3(5), 61(2) તથા આર્મ્સ એક્ટ 25(1-b)(a), 27 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #CrimeNews #MorbiPolice #FiringInMorbi #GujaratCrime #NewsUpdate