મોરબી : ચૂંટણીનું પરિણામ આવતા પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઇ હોવાથી આજનો દિવસ વિજય દિવસ તરીકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉજવ્યો હતો. ત્યારે મોરબીમાં 'આપ' દ્વારા પંજાબ વિજય દિવસની ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. આજ રોજ પંજાબની જીત પર મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ,મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર,મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ આજનો દિવસ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.મોરબી મહિલા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ તથા અનેક મહિલા કાર્યકરો તથા મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા,મોરબી મહામંત્રી જશવંતભાઈ કગથરા,મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા,મોરબી જિલ્લા મંત્રી સરસાવડિયા જયદીપભાઈ તથા મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા,મોરબી જિલ્લા આઈ.ટી.ઈન્ચાર્જ પ્રદિપભાઈ ભોજાણી તથા મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા તથા મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસિંહ ઝાલા,અનેક કાર્યકરો,યુવા કાર્યકરો તથા બહોળી સંખ્યામાં પદાધિકારીઓ વિજય દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યા કાર્યકરો હાજર રહ્યા હતા.