મોરબીની 2 ફાયર ટિમ દ્વારા પણ પાણીનો મારો ચાલુ : આગ અંદાજે 4 કલાક બાદ કાબુમાં આવે તેવી શકયતામોરબી : મોરબીમાં લીલાપર રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગને કાબુમાં લેવા હાલ મોરબીની ફાયર બ્રિગેડની 2 ટિમો દ્વારા પ્રયત્નો ચાલુ છે. આ ઉપરાંત હજુ હળવદ અને વાંકાનેરથી પણ ફાયરની ટિમ બોલાવવામાં આવી છે. આ આગ અંદાજે 4 કલાકમાં કાબુમાં આવે તેવી શકયતા ફાયરની ટીમે વ્યક્ત કરી છે.આગ જે પેપરમિલમાં લાગી છે તે પાર્થ પેપર મિલ મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઇ પટેલની છે. તેઓએ જણાવ્યું કે અંદાજે 50 ટન જેટલો વેસ્ટ હતો. ચોમાસાના કારણે જ્યાં વેસ્ટ મોકલવાનો હતો ત્યાં પણ સ્ટોક વધુ હોવાથી અહીં જ રાખવામાં આવ્યો હતો. અહીંથી 11કેવી લાઈન નીકળે છે. જેમાંથી તણખા ઝરતા આગ લાગી હોવાનું હાલ અનુમાન છે.