માળીયા પંથકના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી સરકારે પાણી ન આપતા રાજીનામાનો આનંદ માણ્યો : ફટાકડાનો વિડીયો વાયરલ માળીયા : આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અચાનક જ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દેતા માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂતોએ ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. આ વાતને સુલતાનપુર ગામના સરપંચના પુત્ર ભાવેશભાઈ વિડજાએ સમર્થન આપ્યું છે. માળીયા મિયાણા ગામના સુલતાનપુર ગામે આજે ભાદરવા મહિનામાં દિવાળી જેવા માહોલ વચ્ચે બપોરે અચાનક જ ફટાકડા ફૂટવા લાગ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પદ ઉપરથી રાજીનામુ આપતા ખેડૂતોએ ખુશી માનવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદ ખેંચવાની સ્થિતિ વચ્ચે લાંબા સમય સુધી અમોને નર્મદા કેનાલમાંથી મુખ્યમંત્રીએ પાણી ન આપતા આજે તેમના રાજીનામાથી અમને વિશેષ ખુશી મળી છે. સુલતાનપુર ગામમાં મુખ્યમંત્રીના રાજીનામાં બાદ ફટાકડા ફૂટવા અંગેની વાતને ગામના સરપંચ હીરાબેન અશોકભાઈ વિડજાના પુત્ર ભાવેશભાઈએ સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે માળિયા તાલુકાના લાભાર્થી ખેડૂતોને નર્મદા મુખ્ય કેનાલમાથી પાણીની સુવિધા માટે ખેડૂતો રજુઆત કરીને થાકવા છતાં ખેડુતોના હિત માટે કોઇ પગલા લેવામા ન આવ્યા હોય આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા અંગેના સમચાર મળતા જ ગામમાં ખુશીથી ફટાકડાં ફોડી આનંદ માણ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..