મોરબી : મોરબીની ડોલ્સ એન ડયુડસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કુલના બાળકો તેમજ શિક્ષકગણને “કોમ્યુનીટી હેલ્પર્સ” વિષયના આયોજન તેમજ ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ અંતર્ગત મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનીંગમાં આગ લાગવાના કારણો, આગથી કેવી રીતે બચી શકાય, આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો તે અંગે બાળકોને તેમની ભાષામાં અને શિક્ષકગણને આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે, આગને બુઝાવવાના પ્રયાશો કરવા તેમજ આગ કે અન્ય ઈમર્જન્સીમાંથી બાળકોને અને અન્યને બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ 101 નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.