ફાયર બીગ્રેડ વિભાગે તત્કાળ ઘટનાસ્થળે દોડી જઈને આગને કાબુમાં લીધી મોરબી : મોરબીના લાતીપ્લોટ પાછળ આવેલા મુનનગર પાસેના બાવળની વાડમાં આજે અચાનક આગ લાગી હતી અને થોડાવારમાં સૂકા બાવળને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો સ્ટાફ ઘટના દોડી ગયા હતા અને આગને તત્કાળ બુઝાવી નાખી હતી. આ આગના બનાવની મોરબી ફાયર વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટ પાછળ આવેલ મુનનગર પાસેના બાવળીયાની વાડમાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગ વિકરાળ બની હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બીગ્રેડ વિભાગના વિનયભાઈ ભટ્ટ સહિતનો કાફલો ફાયર ફાયટર સાથે દોડી ગયો હતો અને આગને થોડીવારમા જ કાબુમાં લઇ લીધી હતી. આ આગના બનાવ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે અહીં ખુલ્લા મેદાનમાં ફક્ત બાવળીયા જ છે જેમાં કોઈ કારણસોર આગ લાગતા સૂકા બાવળીયા હોવાથી આગ થોડીવારમાં વધુ ફેલાય હતી અને આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા અને હાલ આગ કાબુમાં આવી જતા કોઈ જાનહાની થઈ નથી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne