મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે ધોરણ - 5 થી 8નાં 750થી વધુ વિદ્યાર્થીઓ અને શક્ત શનાળા પાસે આવેલ સરસ્વતી માધ્યમિક વિદ્યા મંદિરમાં 405 થી વધુ વિદ્યાર્થીઓ માટે મોરબી ફાયર ટીમ દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા લીડિંગ ફાયરમેન જયેશભાઈ ડાકી અને તેમની સમગ્ર ટીમે હાજર રહી આગ લાગે તો શું કરવું અને આગ ન લાગે તેના માટે શું કરવું જે અંગે સ્પષ્ટપણે માહિતી આપી લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તથા મોરબી ફાયર દ્વારા કેવી ટેકનોલોજીના સાધનો છે, તથા ફાયર આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે જે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે શાળાના પ્રમુખો દ્વારા મોરબી ફાયર ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.