આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ અને કર્મચારીઓની સુરક્ષા અંગે પ્રાયોગિક તાલીમ અપાઈમોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર રોડ પર આવેલ એમ્બિટો ગ્રેનિટો એલએલપી ખાતે જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન અને જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ 04-07-2026ના રોજ ફાયર સેફ્ટી મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલ (Disaster Management Team), ગુજરાત ગેસ લિમિટેડ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા, પોલીસ વિભાગ, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તેમજ આરોગ્ય વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગો અને ઇમરજન્સી પ્રતિસાદ એજન્સીઓએ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો.મોકડ્રિલનો મુખ્ય હેતુ ઉદ્યોગમાં કાર્યરત કર્મચારીઓને આગ કે અન્ય કોઈપણ પ્રકારની આપત્તિ સમયે ગભરાયા વિના યોગ્ય નિર્ણય લેતા શીખવવા, ત્વરિત પ્રતિસાદ આપવાની ક્ષમતા વિકસાવવા તેમજ સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો. આ દરમિયાન કર્મચારીઓને ફાયર એક્સટિંગ્વિશરના વિવિધ પ્રકારો અને તેનો ઉપયોગ, આગની સ્થિતિમાં અનુસરવાની સલામતી પ્રક્રિયા, ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ, ઇવેક્યુએશન (સ્થળ ખાલી કરવાની) પદ્ધતિ તેમજ એસેમ્બલી પોઇન્ટ પર એકત્રિત થવાની પ્રક્રિયા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.આ ઉપરાંત, 108 ઇમરજન્સી સેવા અને 112 ઇમરજન્સી હેલ્પલાઇનનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ આપત્તિના સમયે ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તે માટે CPR (Cardio Pulmonary Resuscitation) તથા પ્રાથમિક સારવાર (First Aid) અંગે જીવંત પ્રદર્શન સાથે વિશેષ તાલીમ અપાઈ હતી. એમ્બિટો ગ્રેનિટો એલએલપીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે કર્મચારીઓની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને ભવિષ્યમાં પણ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આવી સલામતી તાલીમ અને મોકડ્રિલનું નિયમિત આયોજન કરવામાં આવશે.#Morbi #Wankaner #EmbitoGranito #FireSafety #MockDrill #DisasterManagement #SafetyFirst #MorbiUpdate