હાલ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે, વિલંબ કરવામાં જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી થશે : ડીડીઓમોરબી : મોરબી જિલ્લા પંચાયતના ફાયર સેફટીના સાધનો આઉટડેટેડ હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે ડીડીઓએ એવું કહ્યું છે કે હાલ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. વિલંબ કરવામાં જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી થશે. મોરબી જિલ્લા પંચાયતમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર હોય છે. તેવામાં અહીં ફાયર સેફટીના સાધનો સજ્જ રાખવા ખૂબ જરૂરી છે. તેમ છતાં અહીં ફાયર સેફટીના બાટલા ડિસેમ્બર 2024માં એક્સપાયર થઈ ગયા હોવા છતાં પણ તેને બદલવામાં આવ્યા નથી. સામાન્ય સભા બાદ આ મુદ્દે ડીડીઓને પૂછતા તેઓએ જણાવ્યું કે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બાટલા નિયમોનુસાર લાગી જશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે વિલંબમાં જવાબદાર હશે તેની વિરૂદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે.