ફાયર શાખા દ્વારા ફાયર સેફ્ટી ચેકિંગ હાથ ધરાયું: અપૂર્તતા ધરાવતા બિલ્ડીંગોને ફટકારાઈ નોટિસમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન (ફાયર) શાખા દ્વારા તા.19/08/2026 થી 25/08/2026 સુધીના સપ્તાહ દરમિયાન આગ નિવારણ (Fire Prevention) અને જાગૃતિ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબીની 1 શાળામાં 300 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને ફાયર પ્રિવેન્શનની વિસ્તૃત ટ્રેનિંગ આપવામાં આવી હતી.ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાની યાદી મુજબ, પ્રિવેન્શન કામગીરીના ભાગ રૂપે મોરબીમાં વિવિધ બિલ્ડીંગોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીની અપૂર્તતા જણાઈ તેને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, સંબંધિત લોકોને ફાયર પ્રિવેન્શનને લગતા સૂચનો અને જરૂરી માર્ગદર્શિકા (ગાઈડલાઈન) પણ પૂરી પાડવામાં આવી હતી.આ સમયગાળા દરમિયાન 5 ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA) અને 2 હંગામી ફાયર સેફટી સર્ટિફિકેટ માટેની અરજીઓ ફાયર વિભાગને મળી હતી, જેને R.F.O. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શન કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નગરજનોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવાનો અને ફાયરના સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો છે. જેથી કોઈ પણ ઇમરજન્સીના સમયે લોકો તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી શકે અને નાની-મોટી દુર્ઘટનાઓ, જાનહાનિ કે મોટી આપદાને નિવારીને જાનમાલનું રક્ષણ કરી શકાય.વધુમાં જણાવ્યા અનુસાર, આ એક સપ્તાહના સમયગાળામાં મોરબી ફાયર વિભાગને 2 ફાયર કોલ મળ્યા હતા, જેના પર ફાયરના જવાનો દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી કરવામાં આવી હતી. મોરબીની જનતાને અપીલ કરવામાં આવે છે કે આવી કોઈપણ પ્રકારની દુર્ઘટના કે આગના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર - (02822) 230050, 101 તથા 112 પર તાત્કાલિક સંપર્ક કરી શકો છો.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiFireDepartment #FireSafety #FireTraining #MorbiMunicipalCorporation #EmergencyServices