મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ગત તા. ૧૦/૦૩/૨૦૨૬ થી ૧૬/૦૩/૨૦૨૬ સુધી સઘન કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત ૨ સરકારી કચેરીના ૪૮ કર્મચારીઓ અને ૧ ઇન્ડસ્ટ્રીઝના ૯૭ લોકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી.વધુમાં, સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગોને નોટિસ આપી જરૂરી ગાઈડલાઈન અપાઈ હતી. અગાઉ અપાયેલી નોટિસના પગલે ૧૯૨ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયરની સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ફાયર સેફટી અપ્રુવલ માટે આવેલી ૦૮ અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરાઈ છે.તા. ૧૦ માર્ચના રોજ મોરબીમાં કેસરબાગ સામે આવેલ એલ. ઈ. કોલેજ, બોય્ઝ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કટોકટીના સમયે આગ પર ઝડપથી કાબૂ મેળવવાની ટેકનિકલ કુશળતા ચકાસવા માટે યોજાયેલી આ ડ્રિલમાં ફાયરના જવાનોએ ક્વિક રિસ્પોન્સ, હોઝ રોલિંગ, નોઝલ ઓપરેશન અને ટીમ વર્કનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.આ સપ્તાહ દરમિયાન મોરબીમાં ૦૧ રેસ્ક્યુ કોલ અને ૦૪ આગ લાગવાના બનાવોમાં ફાયરના જવાનોએ ફુલ પીપીઈ (PPE) કીટ અને આધુનિક સાધનો સાથે કામગીરી કરી હતી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશકુમાર ડાકીની યાદીમાં જણાવ્યા મુજબ, કોઈપણ દુર્ઘટના કે આપદા સમયે લોકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ પર સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #FireSafety #MorbiMunicipalCorporation #FireDepartment #MorbiNews #SafetyFirst #FireDrill