ફાયર NOC ન ધરાવતી 23 બિલ્ડિંગને આખરી નોટિસ અપાઈ મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા 4 માર્ચ થી 10 માર્ચ સુધી કમિશનરના આદેશ અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો પૈકી 4 હોસ્પિટલમાં 44 હોસ્પિટલ સ્ટાફને, સ્કૂલો પૈકી 2 સ્કુલમાં 97 વિદ્યાર્થી તથા સ્ટાફને, હોટલ પૈકી 3 હોટલના 12 સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોશ્પિટલોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ફાયર NOC ન ધરાવતા ત્રીજી અને આખરી નોટીસ 23ને આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી.આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદ્દેશ મોરબી મહાનગરપાલિકામાં આવેલી હોસ્પિટલ/સ્કૂલમાં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન- માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-02822-230050 અને 101 પર સંપર્ક કરવા જણાવાયું છે.