રંગપર બેલા પાસે એક ખુલ્લા પ્લોટમાં અને માળિયા-હળવદ હાઇવે પર એક્સિસન કંપનીમાં આગ ભભૂકીમોરબી: મોરબીમાં ગઈકાલે તારીખ 27 એપ્રિલના રોજ ફાયર વિભાગને આગના 2 અલગ-અલગ કોલ મળ્યા હતા. જેમાં સમયસૂચકતા વાપરી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી.પ્રથમ બનાવમાં બપોરે 14:43 વાગ્યે રંગપર બેલા પાસે એક ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી, જેને ફાયરની ટીમે તુરંત બુઝાવી દીધી હતી. જ્યારે બીજો બનાવ સાંજે 18:20 વાગ્યે માળિયા-હળવદ હાઇવે પર આવેલી એક્સિસન વિર્ટિફિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ (Axison Virtifild pvt ltd) કંપનીમાં બન્યો હતો. કોઈ અગમ્ય કારણોસર ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ રહી કે આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #FireIncident #MorbiFireBrigade