ગ્રીનચોક, વીસી ફાટક અને લાતીપ્લોટમાં આગના ત્રણ બનાવમોરબી : મોરબીમાં દિવાળીની રાત્રે ફાયર બ્રિગેડ વિભાગ રાતભર દોડતો રહયા બાદ આજે ધોકાના પડતર દિવસે પણ આગની ત્રણ ઘટનાઓ ઘટી હતી જેમાં સદભાગ્યે જાનહાની કે વધુ મોટી નુકશાની થઈ ન હતી.આગની આ ઘટનાઓ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં સોમવારે ધોકાના પડતર દિવસે સવારથી મોડી રાત્રી સુધીમાં આગની ત્રણ ઘટનાઓ બની હતી. જેમા પ્રથમ બનાવમાં સવારે ગ્રીનચોકમાં સંજયભાઈ ધોળાઈની સોની કામની દુકાનમાં બીજા માળે આગ લાગી હતી ઉપરાંત રાત્રીના પોણા દસેક વાગ્યે વીસી ફાટક નજીક બાવળની કાટમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી.જ્યારે સોમવારે મોડીરાત્રે લાતીપ્લોટમાં ઘડિયાળના કારખાનામાં આગ લાગતા 200 જેટલી ઘડિયાળો બળીને ખાખ થઈ ગઈ હતી અને ફાયર બ્રિગેડે સમયસર આગ બુઝાવી મોટી દુર્ઘટના થતા બચાવી હતી.