9 દિવસની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડને મળી સફળતા: ગોડાઉન બળીને ખાખ થતા મોટું નુકસાન મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર ગામ પાસે મગફળીના એક મોટા ગોડાઉનમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને સતત 9 દિવસ સુધી ભારે જહેમત ઉઠાવવી પડી છે. સતત પાણીનો મારો ચલાવ્યા બાદ અંતે 9 દિવસે આગ સંપૂર્ણપણે બુઝી છે.ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો સંગ્રહિત હોવાથી આગ સતત ધગધગતી રહી હતી. આગને કારણે આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું છે. ગોડાઉનનો વિશાળ શેડ અને લોખંડના સ્ટ્રક્ચર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે અને હવે માત્ર લોખંડનો ભંગાર જ જોવા મળી રહ્યો છે. મગફળીનો જથ્થો બળીને રાખ થઈ જતા ઘટનાસ્થળે કાળી રાખના મોટા ઢગલાઓ જોવા મળી રહ્યા છે. આ ભયાનક આગના કારણે ગોડાઉનમાં રહેલો માલ બળીને ખાખ થઇ ગયો છે.#Morbi #MorbiUpdate #Rafaleshwar #FireIncident #FireAccident #MorbiNews #GujaratNews