lફાયર વિભાગના 4 વાહનો અને 20 જવાનોએ 1,30,000 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી મોરબી: મોરબીના જેતપર રોડ ઉપર આવેલા ઇટામેક્સ નામના બંધ સિરામિક કારખાનામાં, જેનો હાલ ગોડાઉન તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો, ગત રાત્રીના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ પર 6 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે કાબુ મેળવ્યો છે.ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ આગની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સતત 6 કલાકની ભારે જહેમત બાદ રાત્રે 3 વાગ્યે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને ફાયરની ટીમ વહેલી સવારે 4 વાગ્યે કામગીરી પૂર્ણ કરી પરત ફરી હતી.આ ફાયર ફાઇટિંગ ઓપરેશનમાં ફાયર વિભાગના 4 વાહનો કામે લગાડવામાં આવ્યા હતા. ફાયર વિભાગના તમામ સ્ટાફ એટલે કે 20 જેટલા જવાનોએ સતત કામગીરી કરી હતી. આ દરમિયાન અંદાજિત 20 થી 25 જેટલા ફેરા કરીને કુલ 1,30,000 લીટર જેટલા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ જ આ ભીષણ આગને બુઝાવવામાં સફળતા મળી હતી.#Morbi #MorbiUpdate #FireIncident #MorbiNews #JetparRoad #CeramicFactory #MorbiFireBrigade #RescueOperation