મોરબી : રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે ગઈકાલે મગફળીના ભુકાના ઢગલામાં આગ લાગી હતી. આજ જગ્યાએ આજે ફરી જુવારના ચારાના ઢગલામાં આગ લાગી છે. આ સાથે અહીં બે ઝૂંપડામાં પણ આગ લાગી હતી. ફાયરની ટિમ સવારે 10 :30 વાગ્યાથી ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કોશિશ કરી રહી છે. આ આગ બુઝાવતા તેમને સાંજ પડી જશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ઝુંપડામાંથી લોકો સામાન લઈ બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાની સર્જાઈ નથી.