મોરબી : મોરબીમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી આયુર્વેદિક હોસ્પિટલમાં ફાયરના બાટલા એક્સપાઈરી ડેટ વાળા હોવાનું સામે આવ્યું છે. એક દર્દીએ આ અંગેનો વિડીયો વાયરલ કર્યો છે. જિલ્લા પંચાયત દ્વારા અહીં તાકીદે બાટલા રિફીલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે આયુર્વેદ હોસ્પિટલના અધિકારી એ.એસ. નિમાવતે જણાવ્યું હતું કે ફાયર બોટલ બદલાવવા માટે દોઢ મહિના પહેલા ઠરાવ કરવામાં આવ્યો છે અને તે અંગેની પ્રક્રિયા ચાલુમાં છે